માંડવી : કચ્છના માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામે સ્વ. મોમાયાભાઈ વાલજીભાઈ બાનાયત (ગઢવી) પરિવાર દ્વારા ચિ. દેવાંધ, ચિ. રતન અને ચિ. હરિના લગ્ન પ્રસંગ નિમિતે સંતવાણી અને દાંડિયારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંતવાણી ડાયરામાં રૂ. 30 લાખ 11 હજાર જેટલી ઘોર થતા ગઢવી પરિવારે બધી જ રકમ મોટા ભાડિયા ગૌસેવા ટ્રસ્ટને અર્પણ કરીને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
જીવદયા એ ભારતીય સંસ્કૃતિનો પ્રાણ છે અને જીવદયા એ જસાચી માનવતા છે. જીવદયા માટે વાલજીભાઈ ગઢવીની અમૂલ્ય અને ઉમદા નિઃસ્વાર્થ ભાવના થકી એમના ઘરે શુભ લગ્ન પ્રસંગ નિમિત્તે સંતવાણી તથા દાંડિયારાસના કાર્યક્રમમાં રૂ. 30,11,000 ગાયોના લાભાર્થે ઘોર થઈ હતી જે રકમ મોટા ભાડિયા ગૌસેવા વિકાસ ટ્રસ્ટને વાલજીભાઈ દ્રારા અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે પધારેલ મહેમાનો અને ગ્રામજનો તથા બાનાયત પરિવાર દ્રારા ગાયોના લાભાર્થે મનમૂકીને ઘોર સ્વરૂપે રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો જેના પરિણામ સ્વરૂપે આટલી મોટી રકમ ગાય માતાના ઘાસચારા માટે એકઠી થઈ શકેલ છે. આ અમૂલ્ય યોગદાન બદલ વાલજીભાઈ તથા સર્વે દાતાઓનો મોટા ભાડિયા ગૌસેવા વિકાસ ટ્રસ્ટે આભાર માન્યો હતો.