G20 અંતર્ગત જિલ્લા કક્ષાની RBI ક્વિઝ સ્પર્ધા બી.આર.સી ભવન મોરબી ખાતે યોજાઈ.

નાણાકીય સમાવેશન અને વિકાસ વિભાગ ભારતીય રિઝર્વ બેન્ક અમદાવાદ દ્રારા જિલ્લા કક્ષાની નાણાકીય સાક્ષરતા પર અખિલ ભારતીય કવિઝ 2023નું આયોજન આજ રોજ બીઆરસી ભવન મોરબી ખાતે કરવામાં આવ્યું. જેમાં ટંકારા તાલુકાની સજનપર પ્રાથમિક શાળાના વિધાર્થીઓએ પ્રથમ ક્રમાંક મેળવ્યો. માળીયા તાલુકાની મોટા દહીંસરા કન્યા પ્રાથમિક શાળાએ દ્વિતીય ક્રમ મેળવ્યો અને અને હળવદ તાલુકાની ઢવાણા માધ્યમિક શાળાના વિધાર્થીઓએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કરેલ છે.
ક્વિઝ માં જનરલ નોલેજ ,આર.બી.આઈ./બેન્કિંગ રિલેટેડ પ્રશ્નો, ફાઈનાંસિયલ institutions ને લગતા પ્રશ્નો, G20 અંતર્ગત પ્રશ્નો. જેવા વિવિધ રાઉન્ડ સામેલ હતા. જેમાં જિલ્લા કક્ષાની સ્પર્ધા હોઈ પ્રશ્નો નું લેવલ પણ વિદ્યાર્થીઓ ની ઉચ્ચતમ બૌધિક ક્ષમતા માગી લે તેવું હતું. જેમાં ભાગ લેનાર શાળાઓના શિક્ષકો એ ખૂબ રસ પૂર્વક બાળકોને ક્વિઝ માટે તૈયાર કર્યા હોવાનું પ્રતીત થતું હતું. જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા માંથી આસિસ્ટન્ટ મેનેજર રવીન્દ્ર કરાલે સાહેબ તથા LDM સુરેન્દ્ર ચૌધરી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિજેતા ટીમો ને સર્ટિફિકેટ તથા શિલ્ડ વડે સન્માનિત કરાયા તેમજ ભાગ લેનાર દરેક ને આર બી આઈ દ્વારા સર્ટીફીકેટ આપવામાં આવ્યા.
મદદનીશ પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર પ્રવિણભાઇ ભોરણીયાસાહેબ ના નિર્દેશન માં ,બી આર સી ચિરાગભાઈ આદ્રોજા, બાબુલાલ દેલવાડિયા,વિરલભાઈ સાણજા તથા ટીમ દ્વારા સમગ્ર ક્વિઝ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.


