Sunday, March 8, 2026

મોરબીના જલારામ મંદિરે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી જીલ્લા ભાજપ પ્રમુખના સહયોગથી નિ:શુલ્ક નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પ યોજાશે

અત્યાર સુધીના ૯ કેમ્પમાં કુલ ૩૨૬૭ લોકોએ લાભ લીધો તેમજ ૧૪૭૩ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા

મોરબી : રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ છે જે અંતર્ગત મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાના સહયોગથી આગામી તા. ૪-૬-૨૦૨૨ ને શનીવારના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાશે.

આ કેમ્પમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો. બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ૯ માસ દરમિયાન યોજાયેલ કેમ્પમાં કુલ ૩૨૬૭ લોકોએ લાભ લીધો હતો તેમજ ૧૪૭૩ લોકોના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.

Related Articles

Total Website visit

1,595,091

TRENDING NOW