Thursday, May 1, 2025

રાજયમંત્રી બ્રિજેશ મેરજાના સ્વર્ગસ્થ પુત્રની પુણ્યતિથિ નિમિતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી-માળીયાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મેરજાના પુત્ર ડો. પ્રશાંત મેરજાનું ૨૩ વર્ષની યુવાનીમાં કાર અકસ્માતમાં નિધન થતા તેમની સ્મૃતિમાં મેરજા પરિવાર દર વર્ષે નિ:શુલ્ક નિદાન, સારવાર અને દવા વિતરણ કેમ્પનું આયોજન કરે છે.

જે અંતર્ગત આગામી તા. ૧૭ એપ્રિલને રવિવારે સવારે ૦૮:૩૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી ક્રિષ્ના હોલ, કંડલા બાયપાસ રોડ, મોરબી ખાતે નિ:શુલ્ક મેડીકલ કેમ્પ યોજાશે જે મેડીકલ કેમ્પને કબીર આશ્રમના મહંત શિવરામદાસ બાપુ દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકશે. આ કેમ્પમાં ડો. ભાવિન ગામી, ડો. હિતેશ કણઝારીયા, ડો. શરદ રૈયાણી, ડો. સુકાલીન મેરજા, ડો. ભૂમિ ભાડેશીયા, ડો. ભાવેશ શેરશીયા, ડો. કૃપા મેરજા સહિતના નિષ્ણાંત ડોકટરો સેવા આપશે જેથી આ કેમ્પનો જરૂરિયાતમંદ દર્દીઓને લાભ લેવા આયોજક ડો. ભાવિન ગામી અને સન્ની મેરજાની યાદીમાં આહવાન કરવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,502,626

TRENDING NOW