મોરબી : ટંકારા પડધરીના ધારાસભ્ય લલિતભાઈ કગથરાના પુત્ર વિશાલભાઈની પુણ્યતિથિ નિમિતે મોરબી તાલુકાના પાનેલી ગામે આગામી બુધવારે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બપોરે પાનેલી ગામના લોકો માટે સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સ્વ. વિશાલભાઈ લલીતભાઈ કગથરાની પુણ્યતિથિ નિમિત્તે ટંકારા પડધરીના ધારાસભ્ય લલિતભાઈ કગથરા દ્વારા આગામી તા. 18 ને બુધવારના રોજ મોરબી તાલુકાના પાનેલી ગામની પ્રાથમિક શાળામાં સવારે 08:30 થી સાંજના 05:00 વાગ્યા સુધી નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં દવા પણ નિ:શુલ્ક આપવામાં આવશે જેથી પાનેલી ગામ તથા આસપાસના ગામોના લોકોને આ કેમ્પનો લાભ લેવા આહવાન કરવામાં આવ્યું છે. આ સાથે બપોરે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાનેલી ગામના લોકો ધુમાડા બંધ સમૂહ ભોજન લેશે.