વાંકાનેર : વાંકાનેર શહેરના આરોગ્યનગરમાંથી સિટી પોલીસે જાહેરમાં જુગાર રમતા ચાર શકુનીઓને રોકડા રૂપિયા 12,200 સાથે ઝડપી લીધા હતા જ્યારે એક આરોપી નાસી છુટતા પોલીસે પાંચેય વિરુદ્ધ ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરના આરોગ્યનગરમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી પોલીસે દરોડો પાડીને કીશન અશોકભાઇ ખીરૈયા, શૈલેષ છનાભાઇ શંખેસરીયા, જયપાલસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા અને મનોજ જગદીશભાઇ શંખેસરીયાને રોકડા રૂપિયા 12,200 સાથે ઝડપી લીધા હતા જ્યારે જીતો મેરૂભાઈ કોળી નાસી જતા પોલીસે પાંચેય ઈસમો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.