માળીયા : માળીયા શહેરમાં અગાઉ થયેલા સામાન્ય ઝઘડામાં સમાધાન થઈ ગયુ હોવા છતાં પણ ચાર ઈસમોએ યુવાન ઉપર ધોકા અને પાઈપ વડે જીવલેણ હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવમાં ભોગ બનનાર યુવાન સલીમભાઇ કરીમભાઇ મોવરે આરોપી સદામ રમજાનભાઇ કટીયા, અબ્દુલ રમજાનભાઇ કટીયા, ઇમરાન ઉર્ફે ઇમલો રમજાનભાઇ કટીયા અને સિંકદર ઇકબાલભાઇ ભટ્ટી વિરુદ્ધ ફરિયાદ કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, તેમના કૌટુંબિક ભાઇને સિંકદર સાથે સામાન્ય ઝઘડો થયેલ જે બાબતે સમાધાન થઇ ગયેલ હોવા છતા ચારેય આરોપીએ માળીયામાં દાવલશાપીરની દરગાહની બાજુમાં ખોજા શેરી પાસે આવીને સિંકદરનો કોઇ વાંક નહી હોવાનું જણાવી ગાળો આપતા ગાળો આપવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઇ જઇ તેમના કૌટુંબિક ભાઇ પર ધોકા તથા પાઇપ વડે હુમલો કરવા જતા હતા. આ ઝઘડામાં વચ્ચે પડેલા સલીમભાઇ કરીમભાઇ મોવરને આરોપી સિંકદરભાઇ ઇકબાલભાઇ ભટ્ટીએ ગળાના ભાગે છરી ઝીંકી દેતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હાલ આ અંગે માળીયા પોલીસે ચારેય આરોપીઓ વિરુધ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.