Friday, May 2, 2025

ટંકારામાં VCEની હડતાળનાં પગલે ૭/૧૨ મેળવવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી !

Advertisement
Advertisement
Advertisement

વહેલી તકે ઘટતું કરવા મહેસુલ મંત્રીને રજુઆત કરવામાં આવી !

ટંકારા સહીત રાજ્યના VCE કર્મચારીઓ હડતાલ પર ઉતરતા ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે જેમકે ૭/૧૨ મેળવવામાં ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી કચેરીએ ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળે છે જેના પગલે ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળે મહેસુલ મંત્રીને રજૂઆત કરી છે.

ટંકારા શહેર-તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજાએ મહેસુલમંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે, હાલ રાજ્યમાં વીસીઈની હડતાલ ચાલે છે જેથી ખેડૂતોને ૭/૧૨ મેળવવામાં અવરોધ પેદા થાય છે. હાલ પાક ધિરાણની ફેરબદલીની મોસમ ચાલી રહી છે અને નેટ પ્રોબ્લેમ હોવાથી પ્રાઈવેટમાં પણ નીકળી સકતા નથી માટે ખેડૂતોને તકલીફનો સામનો કરવો પડે છે જેથી તાત્કાલિક ધોરણે ખેડૂતોના હિતમાં વ્યવસ્થા કરાય તેવી માંગ કરી છે.

Related Articles

Total Website visit

1,502,672

TRENDING NOW