રૂ. 2.59 લાખનો મુદામાલ કબ્જે કરાયો
માળીયા : માળીયા તાલુકાના ચાચાવદરડા ગામ જવાના રસ્તે લીંબડાના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને માળીયા મિંયાણા પોલીસે રોકડ રૂ. 38,500 સાથે ઝડપી પાડીને કુલ રૂ. 2,59,000 નો મુદામાલ કબ્જે કર્યો હતો.
માળીયા મિંયાણા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ચાચાવદરડા ગામ જવાના રસ્તે હનુમાનજી મંદિર પાસે લીંબડાના ઝાડ નીચે જાહેરમાં અમુક ઈસમો જુગાર રમતા હોવાની બાતમીને આધારે પોલીસ ટીમે દરોડો કરીને જયંતીભાઈ વાઘજીભાઈ વરસડા (ઉં.વ. 59, રહે. મોરબી-2, ઉમા ટાઉનશીપ, પરિશ્રમ એપાર્ટમેન્ટ, બ્લોક નં. 402, મોરબી), કરશનભાઇ જલાભાઇ ભુંડીયા (ઉં.વ. 36, રહે. પીપળીયા તા.જી. મોરબી), શીવુભા દિલુભા જાડેજા (ઉં.વ. 49, રહે. ચાચાવદરડા), વિરેન્દ્રસિંહ ધનશ્યામસિંહ જાડેજા (ઉં.વ. 36, રહે. રોટરી મીડ ટાઉન, બ્લોક નં. 204-241, મોરબી-2) અને રાજેન્દ્રસિંહ હનુભા જાડેજા (ઉં.વ. 41, રહે. જન કલ્યાણ સોસાયટી બ્લોકનં. 76, મોરબી) ને ઝડપી પાડીને પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઉપરાંત પોલીસે દરોડા દરમિયાન રોકડ રૂ. 38,500 સાથે અલગ અલગ કંપનીના 5 મોબાઈલ (કીં.રૂ. 20,500) અને ડસ્ટર કાર (કીં.રૂ. 2,00,000) સહીત કુલ રૂ. 2,59,000 નો મુદામાલ કબ્જે કર્યો હતો.