મોરબી શહેરના માધાપર વિસ્તારમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને સીટી એ ડિવિઝન પોલીસે રોકડ રૂ. 11,580 સાથે ઝડપી પાડીને પાંચેય જુગારીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના માધાપરમાં શેરી નં.૧૫ ના ખુણા પાસે જાહેરમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કરીને જુગાર રમતા પંકજ હસમુખભાઇ લાંઘણોજા, દીપક ચમનભાઇ લાંઘણોજા, શૈલેષ રવજીભાઇ મેરજા, ઇશ્વર સવજીભાઇ લાંઘણોજા અને રમેશ ટપુભાઇ લાંઘણોજાને રોકડા રૂપિયા 11,580 સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.