વાંકાનેર : વાંકાનેરના રાજાવડલા ગામની સીમમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને વાંકાનેર સીટી પોલીસે રૂ. 53850 ના મુદામાલ સાથે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પી આઈ એન એ વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન સ્ટાફના હરપાલસિંહ પરમાર અને પ્રતિપાલસિંહ વાળાને રાજાવડલા ગામે જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે દરોડો પાડીને જુગાર રમતા ફિરોજભાઈ અબ્દુલભાઈ દલ, જાહિદભાઈ અલાદભાઈ વીસર, પ્રદીપભાઈ અશોકભાઈ સારદીયા, જયેશભાઈ મનસુખભાઈ અબાસણીયા અને ધર્મેન્દ્રસિહ જુવાનસિંહ ઝાલાને રોકડ રકમ રૂ. 39850 તથા અન્ય મુદામાલ કીમત રૂ. 14000 એમ કુલ રૂ. 53850 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.