Saturday, May 3, 2025

મોરબીની ગ્રીન આર્મી ટીમ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

Advertisement
Advertisement
Advertisement

મોરબી જીલ્લાની પ્રકૃતિપ્રેમી સંસ્થા ગ્રીન આર્મી ટીમ દ્વારા “દેશ હમે દેતા હે સબ કુછ, હમ ભી તો કુછ દેના સીખે” પંક્તિને ખરા અર્થમાં સાર્થક કરવાના પ્રયત્નના ભાગરૂપે
આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે પ્રકૃતિ માતાના ખોળામાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણીમાં મોરબી તાલુકાના પાનેલી ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષરોપણ કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સામાજિક વનીકરણ રેંજ મોરબી એસ.બી. ભરવાડ, પાનેલી ગામના સરપંચ  હડિયલ ગૌતમભાઈ કરમશીભાઈ, ઉપસરપંચ પરસાડીયા રાજુભાઇ માધાભાઈ, S.M.C અધ્યક્ષ નકુમ રીમ્પલબેન અનિલભાઈ, ગામના શિક્ષક તેમજ સામાજિક આગેવાન ભગવાનજીભાઈ ખાણધાર, શાળાના શિક્ષક ગૌતમભાઈ, તેમજ ટીમ ગ્રીન આર્મી મોરબીમાંથી કિરીટભાઈ પરેચા, હિતેષ પાંચોટીયા, રમીઝ હિંગોરજા, મેહુલ દેથરીયા, વિપુલભાઈ કડીવાર, સાગરભાઈ કડીવાર, સૈલાબ સુમરા, જેસંગભાઈ વગેરે હાજર રહ્યા.

Related Articles

Total Website visit

1,502,712

TRENDING NOW