મોરબી : હાલના સમયમાં કોઇ પાસે ઈમાનદારીની અપેક્ષા રાખવીએ મૂર્ખામી ગણાઈ છે કારણ કે આજના સમયમાં જો કોઈને રસ્તા પરથી દસ રુપીયા પણ મળે તો ખિસ્સામાં નાખી દેતા હોય છે ત્યારે મોરબીમાં વ્યોમ ક્લિનિક લેબોરેટરીમાં ફરજ બજાવતા કર્મચારીએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
મોરબીના વાવડી ગામે રહેતા અને મોરબીની પ્રભાત હોસ્પીટલ નીચે આવેલ વ્યોમ ક્લિનિક લેબોરેટરીમાં ફરજ બજાવતા અશોકભાઈ પ્રવિણભાઈ ટુંડિયાને ગઇકાલે કિંમતી મોબાઈલ મળી આવ્યો હતો. મોબાઈલ પોતાની પાસે રાખવાની લાલસા વગર તેમણે આ મોબાઈલ મળ્યા અંગે તમામને જાણ કરી હતી તથા મોબાઈલના મુળ માલિકની શોધ કરી યુનુસભાઈ સુલેમાનભાઈ કોરાડિયાને મોબાઈલ પરત કર્યો હતો. કિંમતી મોબાઈલ પરત કરવા બદલ તથા પ્રમાણિકતાનું દ્રષ્ટાંત પુરૂ પાડનાર અશોકભાઈ ટુંડિયાનો યુનુસભાઈએ આભાર વ્યક્ત કર્યો હતો.