સ્વ. હિરૂબેન હડિયલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ
મોરબી : લોકો સારા નરસા પ્રસંગે કંઈકને કંઈક દાન પુણ્ય કરતા હોય છે એવી જ રીતે મોરબીની માધાપરવાડી કન્યા અને કુમાર શાળામાં જીતેન્દ્ર લાલજીભાઈ હડિયલ, ગોપાલ રામજીભાઈ હડિયલ, મુકેશભાઈ દિનેશભાઈ હડિયલ સહિતના ત્રણેય યુવાનોએ પોતાના દાદી સ્વ. હિરૂબેન જેરામભાઈ હડિયલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બંને શાળાના ધો.1 થી 4 ના કુલ 300 જેટલા વિદ્યાર્થીઓને ફુલસ્કેપ તેમજ પેન્સિલ, રબર, સાર્પનર વગેરેની શૈક્ષણિક કીટ અર્પણ કરી હતી. બાળકોને અભ્યાસમાં ઉપયોગી એવી મનગમતી વસ્તુ મળતા મુખ પર હાસ્ય ફરી વળ્યું હતું અને શાળાના આચાર્ય દ્વારા દાતાઓનો આભાર પ્રકટ કરવામાં આવ્યો હતો.
