Friday, May 2, 2025

ટંકારામાં ડો. આંબેડકર જન્મજયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી

Advertisement
Advertisement
Advertisement

બંધારણના ઘડવૈયા બાબાસાહેબની રેલીને ઠેર ઠેર આવકાર

ટંકારા : ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૩૧ મી જન્મજયંતિ નિમિત્તે ગુરૂવારે ટંકારામાં ભવ્ય રેલીનું આયોજન સમગ્ર તાલુકાના ભીમ સૈનિકો દ્વારા કરવામાં આવ્યુ હતું.

ગુરૂવારે ૧૪ મી એપ્રિલે ટંકારામાં ડો.‌ ભીમરાવ આંબેડકરની ૧૩૧ મી જન્મજયંતિ નિમિત્તે તાલુકાના એક હજારથી વધુ ભીમ સૈનિકો દ્વારા આયોજકો રમેશભાઈ રાઠોડ, મોહનભાઈ સોલંકી, મોહનભાઈ ચૌહાણ, પ્રવિણભાઈ પંચાલ, મહેશભાઈ લાધવા, નાગજીભાઈ ચૌહાણ સહિતના અગ્રણીઓની આગેવાની હેઠળ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા પંચાયત સામેથી ડો. આંબેડકર ભવનથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન ભાજપ, કોંગ્રેસ અને આપ પક્ષ ઉપરાંત, આર્યસમાજ સંસ્થા અને મુસ્લિમ સમાજ દ્વારા બંધારણના ઘડવૈયાની રેલીને આવકારી બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા. રેલી નિયત રૂટ મુજબ શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર પસાર થઈ આંબેડકર હોલ ખાતે પૂર્ણ થતા કાર્યક્રમની રૂપરેખા મુજબ અંતિમ તબક્કામાં સમૂહ ભીમભોજન માણ્યા બાદ પ્રસંગનું સમાપન કરાયું હતું.

Related Articles

Total Website visit

1,502,626

TRENDING NOW