માળીયા (મીં.) : માળીયા તાલુકાના રાસંગપર ગામે ખેડૂતોના ખેતરોમાંથી PGVCL ની લાઈન નીકળતી હોવાથી ખેતરોમાં આગ લાગતા લાખોનું નુકશાન થયું છે જોકે PGVCL દ્વારા ખેડૂતોને સંતોષકારક જવાબ ન મળતા મોરબી જીલ્લા પંચાયતના ચેરમેને બે ખેડૂતોને રૂ. 25-25 હજારની સહાય કરી છે.
માળીયા તાલુકામાં રાસંગપર ગામના ખેડૂત શૈલેષભાઇ બાવરવા તેમજ દીપકભાઈ બાવરવાના ખેતરમાં ઉભા મોલમાં PGVCL ની લાઈન નીકળે છે જેના કારણે આગ લાગવાથી લાખો રૂપિયાનું નુકશાન થયેલ છે અને PGVCL દ્વારા સંતોષકારક જવાબ ન મળતા આ ખેડૂતોને જીલ્લા પંચાયતના ચેરમેન અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અજયભાઈ લોરીયા દ્વારા બંને ખેડૂતોને રૂ. 25-25 હજારના ચેક આપીને આર્થિક સહાય આપવામાં આવી હતી. આ તકે માળીયા તાલુકાના પ્રમુખ મણિલાલ સરડવા, મહામંત્રી મનીષભાઈ કાંજીયા, ખીરઈ ગામના સરપંચ નિલેશભાઈ સંઘાણી અને ભારદ્વાજભાઈ રંગપરીયા હાજર રહ્યા હતા.
