મોરબી : ભાવનગર ખાતે દુર્ગાવાહીની દ્વારા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ગમાં ભાગ લેવા જઈ રહેલી મોરબી અને કચ્છની દીકરીઓને નવા બસ સ્ટેન્ડ ખાતે વિશ્વ હિન્દૂ પરિષદ દુર્ગાવાહીની દ્વારા લચ્છીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વિશ્વ હિન્દૂ પરિષદ દુર્ગાવાહિની મોરબી જીલ્લા દ્વારા ભાવનગર મુકામે દુર્ગાવાહિની પ્રશિક્ષણ વર્ગમાં જઈ રહેલી કચ્છ અને મોરબીની દીકરીઓને નવા બસ સ્ટેન્ડ ખાતે લસ્સીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દૂ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના સામાજિક સમરસતા અઘ્યક્ષ રમેશભાઈ પંડ્યા, વિશ્વ હિન્દૂ પરિષદ મોરબીના જિલ્લા અઘ્યક્ષ મહેન્દ્રભાઈ સવસાણી, દુર્ગાવાહિની મોરબી જિલ્લાના સંયોજિકા ઝંખનાબેન દવે, સેવા વિભાગના સંયોજિકા જયશ્રીબેન વાઘેલા સહીતના દુર્ગાવાહિનીના બહેનો જોડાયા હતા.

