Sunday, March 8, 2026

મોરબીના શનાળા રોડ પર પશુ પક્ષીઓ માટે પીવાના પાણીની કુંડીનું વિતરણ કરાયું

Advertisement
Advertisement
Advertisement

મોરબીના શનાળા રોડ પર આવેલ સરદારબાગ સામેના ગ્રાઉન્ડમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પશુ પક્ષીઓ માટે પીવાના પાણીની કુંડીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

આજ રોજ મોરબીના શનાળા રોડ પર આવેલ સરદારબાગની સામે પક્ષીઓ માટે પાણીના કુંડાઓ તથા અબોલ પશુઓ માટે પાણીની સિમેન્ટની કુંડીઓનું વિતરણ કરવામાં આવ્યુ હતું. મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પક્ષીઓને ઉનાળાની ગરમીમાં પાણી મળી રહે તેવા હેતુથી પક્ષીઓ માટે પાણીના 500 જેટલા કૂંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં કરવામાં આવ્યું હતું તેમજ અબોલ પશુઓને જેમકે ગાય, કૂતરાઓ, બિલાડી વગેરેને પણ પાણી મળી રહે તે માટે સિમેન્ટની 250 જેટલી કુંડીઓનું પણ રાહતદરે વિતરણ કરવામાં આવ્યું હતું જે કુંડીમાં 8 થી 9 લિટર જેટલું પાણી ભરી શકાય છે.

Related Articles

Total Website visit

1,595,097

TRENDING NOW