મોરબીના મહેન્દ્રનગર ગામે શાળા પ્રવેશોત્સવમાં હાજરી આપવા ગયેલા કોંગ્રેસ નેતાને કડવો અનુભવ થયો છે જેમાં કોંગ્રેસના અગ્રણી મુકેશ ગામી મહેન્દ્રનગરની શાળાના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં પ્રવેશ કરે તે પહેલાં ગેટ પાસેથી જ તેમની બી ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી.
આ અંગે મુકેશભાઈએ જણાવ્યું હતું કે, હું કોઈ વિરોધ કરવા ગયો ન હતો, માત્ર કાર્યક્રમ જોવા જવાનો હતો પરંતુ શાળામાં પ્રવેશ કરું તે પહેલાં જ પોલીસે વાનમાં પરાણે બેસાડી દીધો અને અટકાયત કરી લીધી હતી. જોકે હાલમાં તો મૂકેશ ગામોને નજરકેદ રાખવામાં આવ્યા છે. આ મામલે મોરબી કોંગ્રેસે રોષ વ્યક્ત કરી આ બનાવને વખોડી કાઢ્યો છે.