મોરબી તાલુકાના પાનેલી રફાળેશ્વર રોડ ઉપર આવેલ સીરામીક ફેક્ટરીમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકને વીજશોક લાગતા મોત થયું હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રફાળેશ્વર પાનેલી રોડ ઉપર આવેલ આર્કેટ માઈક્રોન નામના કારખાનામાં કામ કરતા સંતોષકુમાર મહેતા (ઉં.વ. 30) ફીલ્ટર પ્રેસમાં કામ કરતા હતા ત્યારે ઈલેક્ટ્રીક શોક લાગતા તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.