પ્રવેશ પ્રક્રિયા ૨૦મી જૂન સુધી ચાલુ રહેશે
મોરબી જીલ્લાની સરકારી આઈટીઆઈ મોરબી, માળીયા-મીંયાણા, હળવદ, ટંકારા તથા વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના કોર્ષ/ વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ – ૨૦૨૨ માટેની પ્રથમ તબક્કાની પ્રવેશ માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉમેદવાર ઈન્ટરનેટના માધ્યમથી https://itiadmission.gujarat.gov.in વેબસાઈટ પરથી ઓનલાઈન પ્રવેશફોર્મ ભરી શકશે તેમજ રૂ. ૫૦ રજીસ્ટ્રેશન ફી ઈન્ટરનેટ બેંકીંગ, ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ આઈડી-યુપીઆઈ ક્યુઆર કોડ તથા NEFT વગેરે માધ્યમ દ્વારા ભરી શકશે અથવા તો ઉક્ત સંસ્થાઓ પૈકી નજીકની કોઈપણ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે.