Friday, May 2, 2025

કોલસો ભરીને આવતું સિદ્ધ સાગર બાર્જ જહાજ નવલખી દરિયામાં ડૂબ્યું : આશરે 1500 ટન કોલસો દરીયામાં ગરકાવ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જીલ્લાના નવલખી બંદર પર કોલસાનો કારોબાર મોટા પાયે છે અને મોટા પ્રમાણમાં કોલસાનો જથ્થો વિદેશથી નવલખી બંદર પર ઉતરે છે ત્યારે કોલસો ભરીને નવલખી બંદર તરફ આવી રહેલ બાર્જ જહાજ નવલખી દરિયામાં ડૂબી ગયું હતું જેમાં આશરે 1500 ટન જેટલો કોલસો પાણીમાં ગરકાવ થયો હતો.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબી જીલ્લાના એકમાત્ર નવલખી બંદર પર ઈન્ડોનેશિયાથી કોલસો આવે છે જેમાં વિદેશથી કોલસો ભરીને આવતા વિશાળ જહાજને વેસેલ કહેવામાં આવે છે જે મહાકાય આકારનું હોવાથી છેક જેટી સુધી આવતું નથી જેથી જેટીથી થોડે દુર ઉભું રાખીને નાના જહાજ બાર્જ દ્વારા કોલસાને બંદર સુધી લઈ આવવામાં આવે છે જેમાં ગત શનિવારે રાત્રે વેસેલ જહાજ નવલખી પોર્ટ તરફ કોલસો ભરીને આવ્યું હતું જેથી શ્રીજી શીપીંગ કંપનીનું સિદ્ધ સાગર નામનું બાર્જ જહાજ વેસેલમાંથી અંદાજીત 1500 ટન કોલસો ભરીને નવલખી બંદર તરફ આવી રહ્યું હતું તે દરમિયાન બાર્જમાં કોઈ સ્થળે લીકેજ થતા તે ડૂબવા લાગ્યું હતું અને ગણતરીની કલાકોમાં આશરે 1500 ટન જેટલો કરોડોની કિંમતનો કોલસાનો જથ્થો દરિયામાં ગરકાવ થયો હતો.

Related Articles

Total Website visit

1,502,627

TRENDING NOW