મોરબીના ભરતનગર-બેલા નજીક ખોખરા હનુમાનજી હરિહર ધામ ખાતે ચાલી રહેલ રામ કથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ઉપસ્થિત રહેનાર હોય તેઓનું હેલીપેડ ખાતે ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
મોરબીના ઘુંટું હેલીપેડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, અગ્રણીઓ અજયભાઈ લોરીયા, રાઘવજીભાઈ ગડારા, મગનભાઈ વડાવિયા, જિલ્લા કલેકટર જે. બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ, પ્રાંત અધિકારી ડી. એ. ઝાલા સહિતના અગ્રણીઓએ ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું.