Friday, May 2, 2025

મોરબીના ઘુંટુ નજીકથી અપહરણ થયેલ બાળક સાથે અપહરણકર્તાને જામનગરથી દબોચી લેવાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી : માળીયા તાલુકાના જુના ઘાંટીલા ગામના રહેવાસી અને ઘુંટુ નજીક આવેલ ઉમા રેસીડેન્સી નામની સોસાયટીમાં મામામાં ઘરે વેકેશનની રજાઓ ગાળવા આવેલ બાળક પર્વ ભાવેશભાઈ વિડજાનું તેનાં મામાના ઘર નજીક પાનની દુકાન ચલાવતો રાજેશ જગોદરા પોતાના બાઈકમાં અપહરણ કરી નાસી ગયો હતો જે ઘટનાને પગલે મોરબી તાલુકા પોલીસ સહિત એલસીબી ટીમ બાળક અને રાજેશ જગોદરાનો પતો મેળવવા કામે લાગી હતી અને ઠેર ઠેર નાકાબંધી કરવામાં આવી હતી.

આ દરમિયાન પોલીસ દ્વારા રાજેશ જગોદરાને ટ્રેસ કરવામાં આવ્યો હતો અને સુરેન્દ્રનગર, કચ્છ, રાજકોટ ગ્રામ્ય અને જામનગર સહિતના આજુબાજુના જિલ્લાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસની ટીમોએ સર્ચ હાથ ધર્યું હતું ત્યારે આજે મોડી રાત્રે અપહરણ થયેલ બાળક પર્વ સાથે આરોપી રાજેશ જગોદરાને મોરબી એલસીબી ટીમે જામનગર એલસીબીની મદદથી જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી ઝડપી લીધાના સમાચાર મળતા બાળકના પરિવારજનો અને પોલીસે રાહતના શ્વાસ લીધા છે.

Related Articles

Total Website visit

1,502,702

TRENDING NOW