Friday, May 2, 2025

મોરબીમાં વેપારીના ગળામાંથી ચેનની લૂંટ ચલાવી બે બુલેટસવાર શખ્સો ફરાર

Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેરના એલ ઈ કોલેજ રોડ ઉપર રાત્રીના સમયે બાઈક લઈને જઈ રહેલા સીરામીક સેનેટરીવેર્સના વેપારીને આંતરીને તારા કારણે અમારું બુલેટ સ્લીપ થઈ ગયું કહીને વેપારીના ગળામાંથી સોનાના ચેનની લૂંટ કરીને બુલેટ લઈને આવેલા બે શખ્સો ફરાર થઈ જતા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના ઉમિયા સર્કલ પાસે ગોકુલ મથુરા સોસાયટીના લક્ષ્મીકાંતા એપાર્ટમેન્ટમાં રહેતા સીરામીક સેનેટરીવેર્સના વેપારી ધ્રુવકુમાર સુરેશભાઈ કાંજીયા પોતાનું બાઈક લઈને રાત્રીના સમયે જઈ રહ્યા હતા ત્યારે મોરબીના એલ ઈ કોલેજ રોડ ઉપર બે અજાણ્યા બુલેટ સવાર શખ્સોએ ધ્રુવકુમારને બાઈક ઉભું રાખવા કહ્યું હતું જેથી ધ્રુવકુમારે બાઈક ઉભું રાખતા જ બંને શખ્સ પૈકી બુલેટમાં પાછળ બેઠેલા શખ્સે તને બાઈક ચલાવતા નથી આવડતું, તારા કારણે અમારું બુલેટ સ્લીપ થઈ ગયું તેમ કહી ધ્રુવકુમારે ગળામાં પહેરેલા 35 હજાર રૂપિયાની કિંમતના સોનાના ચેનની ઝોટ મારી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ધ્રુવકુમારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,626

TRENDING NOW