ટંકારા : ટંકારા ખાતે આર્ય ઈન્ડેન ગ્રામીણ વિતરક દ્વારા ઉજ્જવલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં 30 જેટલા બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને વિનામૂલ્યે ગેસ કનેક્શન આપવામાં આવ્યા હતા.
ટંકારા ગામે આર્ય ઈન્ડેન ગ્રામીણ વિતરક દ્વારા ટંકારા ગ્રામ પંચાયતના સરપંચ ગોરધન ખોખાણી, ઉપસરપંચ નિર્મળાબેન હેમંતભાઈ ચાવડા, ટી. ડી. પટેલ અને હેમંતભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં ગઈકાલે તા. 01 મે ના રોજ ઉજ્જવલા દિવસના ઉપક્રમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના-2 ની ઉજવણી કરવામાં આવી હત જેમાં ટંકારા તાલુકાના ત્રીસ જેટલાં બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને વિનામૂલ્યે ગેસ કનેક્શન આપવામાં આવ્યા હતાં અને આ તકે એજન્સીના સંચાલક અરવિંદભાઈ ખોખાણીએ લાભાર્થીઓને (સેફ્ટી કલીનિક) સુરક્ષિત ગેસ કનેક્શન અંગે ઉપયોગી જાણકારી આપી હતી.

