વાંકાનેર વિસ્તારના કોળી સમાજના વિદ્યાર્થીઓ માટે કોળી કેરિયર એકેડમી દ્વારા તેજસ્વી વિધાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સન્માન સમારોહમાં ચાલુ વર્ષ ૨૦૨ર માં પાસ કરેલ હોય તે જ માર્કશીટ માન્ય રહેશે જેમાં ધોરણ ૧૦ પાસ, ધોરણ ૧૨ પાસ (તમામ પ્રવાહ), સ્નાતક (ગ્રેજયુએટ), અનુસ્નાતક (પોસ્ટ ગ્રેજયુએટ) કક્ષાએ, વ્યવસાય લક્ષી કોર્ષ B.ed./P.T.C./A.T.D./C.P.ed/B.P.ed/M.ed/M.P.ed/L.L.B. કે મેડીકલ ક્ષેત્રે તમામ ડીગ્રી ધરાવતા ઉમેદવારો ફોર્મ ભરી શકશે.
લાયકાત ધરાવતા ભાઈઓ બહેનોએ અથવા વિદ્યાર્થીના માતા પિતાએ તા. 15/06/2022 સુધીમાં માર્કશીટની ઝેરોક્ષ અને નકલ પાછળ પોતાનું નામ-સરનામું તેમજ મોબાઈલ નંબર જોડીને વિગત જમા કરાવવાની રહેશે. આ સન્માન સમારોહનું ફોર્મ ડી એન્ડ ડિજિટલ, નેશનલ હાઈવે, જકાતનાકા પાસે આવેલ પેટ્રોલ પંપની બાજુમાં, કિસ્મત કોમ્પલેક્ષ, પહેલા માળે, વાંકાનેર ખાતે મો. નં. 8160159964 અને 9998432419 પર જમા કરાવવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, સન્માન સમારોહની તારીખ અને સ્થળ મુખ્ય મહેમાનો સાથે ચર્ચા કરી આગામી થોડા દિવસોમાં જાહેર કરવામાં આવશે જેની નોંધ લેવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.