મહેન્દ્રનગરના માજી સરપંચ, વરિષ્ઠ આગેવાન તેમજ સેવાકીય કાર્યો કરીને પ્રજાના હૃદયમાં એક આગવું સ્થાન મેળવનાર સ્વ. અશ્વિનભાઈ બોપલિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે બોપલિયા પરિવાર તેમજ મહેન્દ્રનગરના યુવાનો દ્વારા આજરોજ મહેન્દ્રનગર ખાતે CNG પંપનાં ગ્રાઉન્ડમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સ્વર્ગસ્થ અશ્વિનભાઈ બોપલીયાના મિત્રો, સ્નેહીજનો અને સંબંધીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી રક્તદાન કરવામાં આવ્યું હતું જે તમામ રક્તદાતાઓને ખોખરા હનુમાનજીની પ્રતિમા અને “બાળ ઉછેર બે હાથમાં” પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં 220 જેટલી રક્તની બોટલ એકત્ર થઈ હતી જે રક્તની બોટલો મોરબીની સંસ્કાર ધામ બ્લડ બેંક અને રાજકોટની નાથાણી બ્લડ બેંકને આપવામાં આવશે તેમજ સાંજના સમયે સત્સંગ સંધ્યા અને ભજનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કનકેશ્વરી દેવી અને પ્રભુ ચરણદાસજી સહિત અનેક સંતો મહંતો અને રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે તેમજ રાજકોટ પોસ્ટલ ઓફીસનાં સહયોગથી અને રૂબીનભાઈ બોપલીયાની મહેનતથી સંતોનાં વરદ હસ્તે અશ્વિનભાઈની પોસ્ટર ટિકિટનું અનાવરણ કરવામાં આવશે.


