Saturday, May 3, 2025

મોરબી સીટી લાયન્સ કલબ દ્વારા બર્ડ કેર પ્રોજેક્ટ : પાણીના કુંડા અને ચકલી ઘરનું નિઃશુલ્ક વિતરણ

Advertisement
Advertisement
Advertisement

મોરબી : પક્ષીઓને કાળજાળ ગરમીમાં રાહત મળે અને પક્ષીઓની ક્ષુધા તથા તરસ છીપે એ ભાવનાથી લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી દ્વારા બર્ડ કેર પ્રોજેક્ટ અંતર્ગત સત્યેશ્વર મહાદેવ મંદિરની પવિત્ર જગ્યામાં 500 નંગ પીવાના પાણીના કુંડા અને 500 નંગ ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે લાયન્સ કલબ ઈન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કરછનાં દ્વિતિય વાઈસ ગવર્નર લા. રમેશ રૂપાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ ટી સી ફૂલતરિયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી નાનજીભાઈ, પ્રોજેક્ટ ચેરમેન જીજ્ઞેશ કાવર, પાસ્ટ પ્રેસિડેન્ટ ભીખાભાઈ, લા. હરખજીભાઇ ટી સુવારિયા, લા. એ એસ સુરાણી, લા. મહાદેવભાઈ ચિખલિયા, લા. મહાદેવભાઈ ઉંટવાડીયા, લા. મણીલાલ કાવર, લા. પ્રાણજીવન રંગપરીયા તેમજ શતેસ્વર મહાદેવ મંદિરના પૂજારીએ હાજર રહી સેવા પરમો ધર્મ અને સેવા એ જ કર્તવ્યના ભાવ સાથે આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો. આ પ્રોજેક્ટના સૌજન્ય દાતા ટોબરિયા હનુમાનજી ગૌશાળાના સંચાલક લા. હરખજીભાઇ ટી સુવારિયા હતા.

Related Articles

Total Website visit

1,502,711

TRENDING NOW