Thursday, May 1, 2025

હળવદના મેરુપર નજીક બાઈક અને કાર અથડાતા બાઈકચાલકનું મોત : એક ગંભીર

Advertisement
Advertisement
Advertisement

હળવદ મોરબી હાઈવે રોડ પર આવેલ મેરુપર ગામના પાટિયા પાસે મંગળવારે રાત્રે કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈકચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું અને બાઈક પાછળ સવાર યુવાનને ઈજાઓ થતાં સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ બનાવની જાણ પોલીસને થતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને વધુ તપાસ હાથ ધરી હતી.

હળવદ મોરબી હાઈવે પર આવેલ મેરુપર ગામના પાટિયા પાસે ચામુંડા હોટલ નજીકથી મૂળ છોટાઉદેપુર જિલ્લાના અને હાલ હળવદના માનસર ગામની વાડીમાં રહીને ખેત મજૂરી કરી પેટીયું રળતા 50 વર્ષીય મુકેશભાઈ ઈશ્વરભાઇ નાયક અને કિશનભાઈ કંચનભાઈ બંને મોટરસાયકલ લઈને પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન કાર સાથે અકસ્માત સર્જતા મુકેશભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજયું હતું અને મોટરસાયકલ પાછળ બેઠેલા કિશનભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે હળવદ સરકારી હોસ્પીટલે ખસેડાયા બાદ ગંભીર હાલતમાં મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતા પોલીસકર્મીઓએ ઘટનાસ્થળે દોડી જઈને મૃતકની લાશને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.

Related Articles

Total Website visit

1,502,617

TRENDING NOW