Friday, May 2, 2025

મોરબીના કાંતિપુર નજીક કાર ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈકચાલક ઈજાગ્રસ્ત

Advertisement
Advertisement
Advertisement

મોરબીના કાંતિપુર ગામ નજીક સ્વીફ્ટ કારના ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થઈ હતી જેથી મોરબી તાલુકા પોલીસ મથકે સ્વીફ્ટ કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ મોરબીના કાંતિપુર નજીક બાઈક લઈને જઈ રહેલા પ્રવિણભાઈ કલ્યાણજીભાઈ સુવારીયાને સફેદ કલરની સ્વીફ્ટ કાર (GJ-36-R-0016) ના ચાલકે હડફેટે લેતા પ્રવિણભાઈને હાથ અને પગના ભાગે ફ્રેક્ચર તેમજ ગંભીર ઈજાઓ થઈ હતી. આ અકસ્માતના બનાવ અંગે પ્રવિણભાઇના નાના ભાઈ નવતમભાઈ કલ્યાણજીભાઈ સુવારીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,626

TRENDING NOW