મોરબી : મોરબી તાલુકાના લાલપર નજીક કેનાલ પાસે આવેલ કારખાનાના ગેટ પાસે પાર્ક કરેલ બાઈકની ચોરી થઈ હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મોરબી તાલુકાના મકનસર ગામ પાસે આવેલ પ્રેમજીનગર નજીક રહેતા સંજયભાઈ ધીરુભાઈ ઝંઝવાડીયાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, તેણે લાલપર કેનાલ પાસે આવેલ ઝેડ વિટ્રીફાઈડ નામના સીરામીક કારખાનાની બહાર ગેટ પાસે તેનું GJ-36-AA-5793 નંબરનું સ્પ્લેન્ડર બાઈક (કીં.રૂ. 30,000) પાર્ક કર્યું હતું ત્યારે ત્યાંથી કોઈ અજાણ્યો ઈસમ આ બાઈકની ચોરી કરી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે સંજયભાઈની ફરિયાદના આધારે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.