Friday, May 9, 2025

મોરબીના જલારામ મંદિર ખાતે ભજન સંધ્યા યોજાઈ : અનન્ય સેવા બદલ અગ્રણીઓનું સન્માન કરાયું

Advertisement
Advertisement
Advertisement

જલારામ મંદિર ખાતે સેજપાલ હોલ ઉપર વિશાળ એ.સી. હોલના નિર્માણ કાર્યનો શુભારંભ

મોરબી : જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે બાળવિદુષી રત્નેશ્વરીબેનના વ્યાસાસને ૧૫ પોથી સહ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અનેરુ આયોજન તા. 24 એપ્રિલ થી 29 એપ્રિલ દરમિયાન કરવામાં આવ્યુ હતુ જે અંતર્ગત સ્વ. કનુભાઈ કેશવલાલ પંડિત પરિવારના સૌજન્યથી રામ નામ કે હીરે મોતી ફેઈમ અશોકભાઈ ભાયાણીની ભજન સંધ્યાનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા બહોળી સંખ્યામા ભક્તજનો જોડાયા હતા.

આ પ્રસંગે જલારામ પ્રાર્થના મંદિરના સેવા કાર્યના પ્રેરણા સ્ત્રોત એવા જાડેજા પરિવાર (જયદીપ એન્ડ કંપની) ના જયુભા જાડેજા, નિર્મલભાઈ જારીયા, સ્વ. કનુભાઈ પંડિતના સુપુત્રો નૈમિષભાઈ પંડિત તથા નેવિલભાઈ પંડિત સહીતના અગ્રણીઓનુ સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, નિર્મિત કક્કડ, નરેન્દ્રભાઈ રાચ્છ, રમણીકભાઈ ચંડીભમર, ભાવિનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, પપ્પુભાઈ ચંડીભમર સહીતનાઓ દ્વારા સાલ ઓઢાળી સન્માન કરવામા આવ્યુ હતુ. આ તકે બહોળી સંખ્યામા રાજકીય-સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર દ્વારા બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર, વૈકુંઠ રથ સેવા, અંતિમ યાત્રા બસ, શબવાહિની સેવા, એમ્બ્યુલન્સ સેવા, દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદની સેવા, અસ્થિ વિસર્જન સેવા, પદયાત્રીઓની સેવા, વિનામુલ્યે નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પ, ફ્રિઝ શબ પેટી, મેડીકલ સાધનોની સેવા જેવી વિવિધ પ્રકારની માનવસેવા સર્વજ્ઞાતિય પ્રદાન કરવામા આવે છે ત્યારે જલારામ મંદિર સ્થિત સેજપાલ હોલના ઉપરના ભાગમા વિશાળ એ.સી. હોલનુ નિર્માણકાર્ય ટુંક સમયમા શરૂ થશે તેમ યાદીમા જણાવ્યુ છે.

Related Articles

Total Website visit

1,502,824

TRENDING NOW