મોરબી શહેર મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખે જીગ્નેશ મેવાણીની ધરપકડને વખોડી !
મોરબી : આસામ રાજ્યની પોલીસે વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસી નેતા જીગ્નેશ મેવાણીની બુધવારે મોડી રાત્રે પાલનપુર સર્કિટ હાઉસમાંથી ધરપકડ કરી છે જેના લીધે સમગ્ર ગુજરાતમાં કોંગી કાર્યકર્તાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી શહેર મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ કલ્પનાબેન પરમારે એક ટ્વીટના કારણે કરવામાં આવેલ જીગ્નેશ મેવાણીની ધરપકડને વખોડી કાઢીને ગેરકાયદેસર ગણાવી હતી.
મોરબી શહેર મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ કલ્પનાબેન પરમારે પ્રેસ યાદીમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યના વડગામના ઘારાસભ્ય અને દલિત સમાજના લડાયક નેતા જીગ્નેશ મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી અડધી રાત્રે આસામ રાજ્યની પોલીસે એક ટ્વીટના કારણે ધરપકડ કરેલ છે તે ગેરકાયદેસર રીતે કરેલ છે કારણ કે ધારાસભ્યની ધરપકડ કરવી હોય તો સ્પીકરને જાણ કરવી પડે અને ધરપકડ જ્યાંથી કરી હોય ત્યાંની કોર્ટમાં પહેલા રજૂ કરવા જોય અને પછી કોર્ટની મંજૂરી લઈ જ્યાં ફરિયાદ થઈ હોય ત્યાં લઈ જવા જોઈએ પણ આતો દલિત સમાજના નેતાની ધરપકડ કરી દલિત સમાજને ડરાવવાનો પ્રયત્ન ભાજપ સરકાર કરી રહેલ છે. આવનારી ચૂંટણીમાં દબાવીને દલિત સમાજના મત મેળવવા માટે આવા હવાતિયાં ભાજપ કરી રહી છે ત્યારે દલિત સમાજ કોઈનાથી કદી ડરતો નથી તે ભાજપ સમજી લે તેમજ દલિત સમાજના નેતા અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ધરપકડને વખોડી કાઢી હતી.