મોરબી તાલુકાના ઉંચી માંડલથી તળાવીયા શનાળા જવાના રોડ ઉપર આવેલ સીટી પલ્સ નામની મોબાઈલની દુકાનમાં આજે સાંજે સાડા ચારેક વાગ્યાના સુમારે બે હિન્દીભાષી શખ્સો આવ્યા હતા અને મોબાઈલમાં ગ્લાસ નાખવાનું કહેતા દુકાનદારે ગ્લાસ નાખી આપ્યો હતો બાદમાં દુકાનદારે પૈસા માંગતા કાચના દરવાજા બંધ કરી બે બુકાનીધારી શખ્સોએ બંદૂક કાઢીને દુકાનદારને જેટલા પૈસા હોય એટલા આપી દેવા કહ્યું હતું જેથી લૂંટારુઓએ બંદુક બતાવી નાણાં માંગતા દુકાનદાર મોંટુભાઈ ચુનિભાઈ કાલરીયાએ ગલ્લામાં પડેલ અંદાજે રૂપિયા 25 હજાર જેટલી રકમ લૂંટારુઓને આપી દીધી હતી તે દરમિયાન દુકાનમાંથી નાણાં લઈને લૂંટારુઓ બહાર નીકળતા જ દુકાનદારે લૂંટારૂઓને પથ્થર માર્યા હતા જેમાં લૂંટારુઓએ પણ એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ મોરબી તાલુકા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.