મોરબી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે હોવાથી બુધવારે રાજકોટ ખાતે ઉદ્યોગના પ્રાણ પ્રશ્નો જાણવા માટે મોરબીના ઉદ્યોગપતિઓ સાથે મીટીંગ કરીને ઉદ્યોગજગતના પ્રાણ પ્રશ્નો અંગે ચર્ચા કરશે.
દિલ્હી સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે આગામી તા. 11/05/2022 ના રોજ રાજકોટ ખાતે ગુજરાતના ઉદ્યોગકારોના પ્રાણ પ્રશ્નો જાણવા માટે ઉદ્યોગકારો સાથે મીટીંગ કરવાનાં છે ત્યારે આ મીટીંગમાં મોરબીના ઉદ્યોગકારોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. મોરબી સીરામીક એસોસિએશનના તમામ હોદેદારોને કેજરીવાલ દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે.
આમ આદમી પાર્ટી મોરબી જીલ્લા પ્રમુખ વસંત ગોરીયા દ્વારા મોરબી જીલ્લાના તમામ ઉદ્યોગકારોને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે જે ઉદ્યોગકારો કેજરીવાલ સાથે ગ્રુપ મિટિંગમાં જોડાવવા માંગતા હોય તે ઉદ્યોગકારનું નામ અને ઉદ્યોગનું નામ મોકલી આપવું જેથી તે મુજબનો સમય ફાળવી શકાય. અરવિંદ કેજરીવાલ સાથે ગ્રુપ બાય ગ્રુપ મીટીંગ રહેશે જેથી પ્રશ્નોની ચર્ચા માટે પૂરતો સમય રહેશે. ઉદ્યોગકારોએ પોતાની વિગત મો.નં. 8732918183 પર મોકલી આપવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.
