Friday, May 2, 2025

મોરબીમાં પ્રોફેશનલ એન્જીનીયર્સ બિલ રદ્દ કરવાની માંગ સાથે સિવિલ એન્જીનીયરોનું કલેક્ટરને આવેદન

Advertisement
Advertisement
Advertisement

મોરબી : સરકાર દ્વારા લાવવામાં આવેલ નવા પ્રોફેશનલ એન્જીનીયર્સ બિલ રદ કરવાની માંગ સાથે મોરબીમાં ખાનગી એન્જીનીયરો દ્વારા આજરોજ કલેકટરને આવેદન પાઠવીને બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો.

સિવિલ એન્જીનીયરોના કહેવા મુજબ આ કાયદામાં પ્રોફેશનલ એન્જીનીયર્સની નોંધણી અને એક્ઝામની જોગવાઈ છે જેમાં નોંધણી અને એક્ઝામ આંટીધુટીવળી હોવાથી ખાનગી સેક્ટરમાં કામ કરતા સિવિલ એન્જીનીયરોનું હિત જોખમાશે. આથી સિવિલ એન્જીનીયરોએ કલેકટરને આજે આવેદનપત્ર પાઠવીને પ્રોફેશનલ એન્જીનીયર્સના હિતમાં સરકાર નિર્ણય લે તેવી માંગ કરી છે.

મોરબી સિવિલ એન્જીનીયર એસોસિએશનના નેજા હેઠળ આજે ખાનગી સેક્ટરના સિવિલ એન્જીનીયરોએ કલેકટર કચેરી ખાતે જઈને સરકારને સંબોધી કલેકટરને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે, ભારત સરકાર પૂરા દેશના એન્જીનિયર્સ માટે પ્રોફેશનલ એન્જીનીયર્સ બિલ લાવી રહી છે જે મુજબ ગુજરાત કાઉન્સીલ ઓફ પ્રોફેશનલ સિવિલ એન્જીનિયર્સની કચેરી દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રોફેશનલ પ્રેક્ટિસ કરનારા સિવિલ એન્જીનીયરોને રેજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે એ માટે ફરજિયાત પરીક્ષા આપવી પડે છે જેમાં ખાનગી સેક્ટરમાં કામ કરતા એન્જીનીયરની નોંધણી માટે પરીક્ષા ફરજિયાત આપવી અને પછી દર બે વર્ષે આ પરીક્ષા લેવી તેમજ પરીક્ષા માટે દર બે વર્ષે રૂ. 20 થી 25 હજારની ફી ભરવી એવી જોગવાઈ છે એની સામે ખાનગી સેક્ટરના એન્જીનીયરનું કહેવું એમ છે કે, તેઓ જ્યાં પણ નોકરી કરે છે તેનું લાયસન્સ અને જે તે સાલ તેમણે લીધેલી ડીગ્રી એ જ મોટો પુરાવો છે ત્યારે સરકારના આવા ગતકડાની હવે શું જરૂર છે ?

વધુમાં સિવિલ એન્જીનીયરોએ જણાવ્યું હતું કે, જે તે કોર્પોરેશનમાં એન્જીનીયરો નોકરી કરે છે એ જ મોટું પ્રુફ છે. આમ પણ સિવિલ એન્જીનીયરને સરકારમાં ક્યાં નોકરી મળે છે. આથી સિવિલ એન્જીનીયરો બેકાર છે. હવે માંડ માંડ ખાનગીમાં નોકલી મળી છે ત્યારે આ આંટીધુટીવાળી જોગવાઈના કાયદાનો અમલ થાય તો સિવિલ એન્જીનીયર રોજીરોટી વગરના થઈ જશે માટે આવી નોંધણી અને ફરજિયાત એક્ઝામવાળા બીલને રદ કરવાની માંગ કરી છે અન્યથા આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

Related Articles

Total Website visit

1,502,693

TRENDING NOW