Friday, May 2, 2025

જનતા પર મોંઘવારીનો વધુ એક માર : રાંધણ ગેસ સિલિન્ડરના ફરી ભાવ વધ્યા !

Advertisement
Advertisement
Advertisement

ગૃહિણીઓના ઘરના બજેટને વધુ ખોરવી નાખે તેવા આ સમાચાર છે. ઘરેલું સિલિન્ડર ફરી એકવાર મોંઘું થઈ ગયું છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં 3.50 પૈસાનો વધારો થયો છે. આ ભાવવધારા બાદ હવે ગેસનો ભાવ 1000 રૂપિયાને પાર જતો રહ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ 8 રૂપિયાનો વધારો થયો છે. આજથી 19 કિલોવાળા ગેસ સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં 2354 રૂપિયા, કોલકાતામાં 2454 રૂપિયા, મુંબઈમાં 2306 રૂપિયા અને ચેન્નઈમાં 2507 રૂપિયા હશે.

આ મહિનામાં બીજી વખત ઘરેલુ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. 7 મેના રોજ પહેલીવાર 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને આજે પણ ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા એક વર્ષમાં દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર 809 રૂપિયાથી વધીને 1003 રૂપિયા થઈ ગયો છે. આજથી દિલ્હી અને મુંબઈમાં 14.2 કિલોનું ઘરેલું એલપીજી સિલિન્ડર રૂ.1003 માં અને કોલકાતામાં રૂ.1029માં અને ચેન્નઈમાં રૂ.1018.5 માં ઉપલબ્ધ થશે.

Related Articles

Total Website visit

1,502,634

TRENDING NOW