મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ એલ.ઈ. ગ્રાઉન્ડમાં પાર્ક કરેલ એસન્ટ કારને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે કારમાંથી 54 બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી બી ડિવિઝન પોલીસે દારૂ અને કાર સહીત રૂ. ૧.૨૮ લાખનો મુદામાલ કબ્જે કરી એક શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં એલ.ઈ. કોલેજ રોડ ઉપર આવેલ એલ.ઈ. ગ્રાઉન્ડમાં પાર્ક કરેલી એસન્ટ કાર નંબર જીજે ૩ બીએ ૯૧૯૨ માં દારૂનો જથ્થો હોવાની બાતમી બી ડિવિઝન પોલીસને મળી હતી જેના આધારે પોલીસે તે કારને ચેક કરતાં કારમાંથી દારૂની ૫૪ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે રૂ. ૨૮,૦૮૦ નો દારૂ તેમજ એક લાખ રૂપિયાની કિંમતની કાર મળી કુલ રૂ. ૧,૨૮,૦૮૦ ના મુદ્દામાલ સાથે દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ. ૨૨, રહે. અનંતનગર, મોરબી-૨) ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.





