મોરબી ખાતે સરકારી મેડિકલ કોલેજ ફાળવવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ હતી પણ મોરબીની ફાળવણી રદ કરીને સરકારી મેડિકલ કોલેજ તાપી જિલ્લાને આપવામાં આવેલ છે અને મોરબીને સરકારીને બદલે પીપીપી ના ધોરણે ખાનગી મેડિકલ કોલેજની ફાળવણી કરવામાં આવેલ છે.
ગત તા. 10 ના રોજ ગાંધીનગર ખાતે અજંતા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઈની કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા સાથે શુભેચ્છા મુલાકાત થઈ હતી. આ મુલાકાત દરમિયાન જયસુખભાઈએ મોરબીને ફાડવાયેલ સરકારી મેડિકલ કોલેજ કેન્સલ ન કરવા મોરબીના લોકો વતી તેમનો પક્ષ રાખી વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી.
તદુપરાંત સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના આશરે એક કરોડ લોકોના એગ્રીકલ્ચર તથા પીવાના પાણીના પ્રશ્નના ઉકેલ સ્વરૂપ લોક કલ્યાણકારી અને ગુજરાત માટે ગૌરવ સમાન એવી રણ સરોવર યોજના પર પણ પોઝિટિવ દિશામાં સવિશેષ ચર્ચા થયેલ હતી.