મોરબી : મોરબીના વાવડી પાટીયાથી વનાળીયા સુધીના રોડના રીપેરીંગ બાબતે થોડા દિવસો પહેલા જિલ્લા પંચાયતના અધ્યક્ષને રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆત બાદ ગણતરીના દિવસોમાં આજે શનિવારથી રોડનું કામ શરુ કરવામાં આવ્યું છે.
વાવડીના પાટિયાથી વનાળીયા ગામ સુધીના રોડના રીપેરીંગ બાબતે ગત તા. 28 એપ્રિલના રોજ પૂર્વ તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા જીલ્લા પંચાયતના અધ્યક્ષ જયંતીભાઈ પડશુંબીયાને રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતને ધ્યાને લઈને તાત્કાલિક આ રોડનું રીપેરીંગ આજે શનિવારથી શરુ કરાવવામાં આવ્યું છે ત્યારે આજે જીલ્લા પંચાયતના અધ્યક્ષ જયંતીભાઈ પડશુંબીયા, તાલુકા પંચાયતના સભ્યો પરેશભાઈ પડશુંબીયા, ભુપતભાઈ સવસેટા, ગોકળભાઈ ચીખલીયા અને વનાળીયાના સરપંચ અબુભાઈ સુમરાએ રૂબરૂ રોડની મુલાકાત લઈને કામનું નિરીક્ષણ કર્યું હતું. આ કામ તાત્કાલિક કરવા બદલ અને લોકોને રસ્તા બાબતે પડતી હાલાકીનું ઝડપી નિરાકરણ કરવા બદલ જિલ્લા પંચાયતના સદસ્યનો ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.
