મોરબી તાલુકા વિસ્તારમાં ચોરીના ગુન્હામાં સંડોવાયેલ થાનગઢના ઈસમને મોરબી તાલુકા પોલીસે પાસા તળે અટકાયત કરીને લાજપોર જેલહવાલે ધકેલી દીધો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જીલ્લા મેજીસ્ટ્રેટ દ્રારા ઈસ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા સુચના આપતા આરોપી મુકેશ ધુડાભાઈ ડાભી (ઉં.વ. 23, રહે. નવાગામ, તા. થાનગઢ, જી. સુરેન્દ્રનગર) મોટરસાયકલ ચોરીના ગુન્હાઓમાં સંડોવાયેલ હોય જેને પાસા એકટ હેઠળ અટકાયત કરીને લાજપોર મધ્યસ્થ જેલ સુરત હવાલે મોકલી દેવામાં આવ્યો છે.