ABVP મોરબી દ્વારા આજ રોજ એલ.ઇ.પોલીટેકનિક કોલેજ ખાતે પીવાના પાણી તેમજ શિક્ષણના પ્રશ્નો ને લઈ કોલેજ ના પ્રિન્સીપાલને ઉગ્રતાપૂર્વક મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રજૂઆત કરવામાં આવી હતી.
મોરબીની એલ.ઇ. ગર્વમેન્ટ પોલીટેકનિક કોલેજ ઘૂંટુમાં વિધાર્થીઓને છેલ્લા બે વર્ષોથી પીવાના પાણીને લઈ ને હાલાકી ભોગવી પડી રહી છે. ઉપરાંત સેમ.1ના અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક પણ છેલ્લા એક મહિનાથી નથી. અવાર નવાર રજૂઆત છતાં પાણીના પ્રશ્નનું કોઈ યોગ્ય નિરાકરણ નથી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા વિધાર્થીના હિતને ધ્યાનમાં રાખી પ્રિન્સિપાલને માંગ કરવામાં આવી કે"જળ એ જ જીવન છે" વિધાર્થીઓ ને પીવાનું પાણી જે પ્રાથમિક જરૂરિયાત છે તે વિદ્યાર્થીઓને સારું પાણી મળી રહે તેમજ ટુંક જ સમયમાં અમારી આ માંગને પૂર્ણ કરવામાં આવે અન્યથા ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાશનની રહેશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.
