મોરબી : અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવા મોરબી અને ભાવિ ચારણ એજયુકેશન ટ્રસ્ટના વિજયદાન સિંહઢાયચ (નૈરોબી) નાં સંયુક્ત ઉપક્રમે મોરબી ચારણ સમાજનાં વિદ્યાર્થીઓને નિ:શુલ્ક નોટબુક વિતરણ અને ચારણ શક્તિ વિદ્યા સન્માનનો કાર્યક્રમ ગઈકાલે તા. 16 ને ગુરુવારના રોજ એ. કે. હોલ ખાતે યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં સમગ્ર મોરબી જીલ્લામાં ધો.૧૨ માં પ્રથમ ક્રમાંકે પાસ થનાર અને ચારણ સમાજનું ગૌરવ વધારનાર શ્રુતિ સુરેશદાન ગઢવીનું ABCGMY નાં મહીલા અધ્યક્ષ નાનબાઈ મારૂ તથા તાલુકા મહીલા અધ્યક્ષ નયનાબા બારહટ દ્વારા વિશિષ્ટ ચારણ શક્તિ વિદ્યા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથ વિશેષ પ્રભાતદાન બારહટ, જશુભાઈ ગઢવી તથા પ્રભાતદાન મિસણએ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહક ઉદબોધન આપી શુભેચ્છઓ પાઠવી હતી.

ABCGMY મોરબીના અધ્યક્ષ ડો. કિશોરદાન ગઢવીએ ઉપસ્થિત સૌ ચારણબંધુઓને આવકારી આ શિક્ષણ સહાયકાર્યમાં સહકાર આપનાર ભાવિ ચારણ એજયુકેશન ટ્રસ્ટ અને વિજયદાનજી નૈરોબી પ્રત્યે આભાર અને વિશેષ આદરભાવ પ્રગટ કર્યો હતો. આ સમારોહમાં મોરબી ચારણ ગઢવી સમાજના સૌ આગેવાનો તથા માતૃશકિતઓએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને દિપાવ્યો હતો.
આ સમગ્ર સમારોહનુ સંચાલન વિજયભા રતને કર્યું હતું. દિનેશભા ગુઢડા તથા સંજયભા નાંદણની આ પરીકલ્પનાને સાકાર કરવા ABCGMY મોરબી ટીમના રમેશભા સોયા, કેવલદાન બારહટ, જયદિપદાન મિસણ, હરદેવદાન બારહટ, ધ્રુવરાજ બારહટ, યુવરાજ બારહટ સહિતનાએ ખાસ જહેમત ઉઠાવી હતી તેમજ આ કાર્યક્રમની આભારવિધિ મુકેશભા મારૂએ કરી હતી.
