Sunday, June 7, 2026

ABCGMY મોરબી દ્વારા ચારણ મહાત્મા પુ.ઈશરદાસજી ની જન્મ જયંતિ ઉજવાઈ*

Advertisement
Advertisement
Advertisement

ABCGMY મોરબી દ્વારા ચારણ મહાત્મા પુ.ઈશરદાસજી ની જન્મ જયંતિ ઉજવાઈ*
ચારણમહાત્માઈશરા સો પરમેશ્વરાપુ.ઈશરદાસજી બારહટની 564મી જન્મ જયંતિની ઉજવણી શ્રાવણસુદ બીજ તા.30-7-2020ના રોજ અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવા મોરબી દ્વારા ભાવસભર રીતે ઉજવવામા આવી.
જે અંતૅગત મોરબી મહિલા તાલુકા અધ્યક્ષ
શ્રી નયનાબા કિશોરદાન બારહટના આંગણે હરિરસ દેવિયાણ પાઠનુ આયોજન મહિલા અધ્યક્ષ નાનબાઇ મારુ, નયનાબા બારહટ,રેખાબા એન.બારહટ, પુજાબેન મુલરવ, ભુમિબેન નાંદણ,જશુબા બારહટ, નેહલબેન લાંબા, કમળાબા મિસણ વગેરેની આગેવાનીમા ભક્તિભાવ અને ચારણી પરંપરા સાથે કરવામા આવ્યા. જેમા બહોળી સંખ્યામા ચારણ માતૃશક્તિઓ ઉપસ્થિત રહિ ચારણી ચરજો નુ ગાન કરી વાતાવરણને દિવ્યતા અપણૅ કરી. સાંજે મોરબી અધ્યક્ષ ડૉ. કિશોરદાન ગઢવીને આંગણે માતૃશક્તિઓ તથા આમંત્રીત મહેમાનો અને યુવા ટીમ માટે મહાપ્રસાદનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
ત્યારબાદ રાત્રે ભવ્ય ઈશરવંદના- ડાયરામા ચારણી સાહિત્યના દિગ્જજો યશવંતભા લાંબા ,કવિ પ્રદિપદાન ગઢવી,હકાભા ગઢવી, ભાવેશ રામ, શક્તિદાન ગઢવી, સહિતના વિદ્વાન ચારણોએ ઈશરવંદના મા જમાવટ કરી હતી. જેમા મોરબી ચારણ સમાજ ઉમટી પડ્યો હતો. આ સમગ્ર કાયૅક્રમનુ જીવંત પ્રસારણ વોઈસ ઑફ મોરબી દ્વારા કરવામા આવ્યુ હતુ.જેનો લાભ અનેક ઈશરભક્તોએ લીધો હતો.
ઈશરવંદનામા આમંત્રીત સન્માનીય મહેમાનો શ્રી ગિરીશ આતા મોડ, શ્રી હરેશ્ર્વરસિંહ મહેડુ, શ્રી અંબાદાન ગઢવી, ડૉ.તિથૅંકર રોહડિયા,શ્રી રાધવભા ગઢવી,શ્રી દેવેન્દ્રસિંહ ઝાલા,શ્રી ભંવરદાન મહેડુ, વિશેષ હાજરી આપી હતી. સમગ્ર ઈશરવંદનાને સફળ બનાવવા મોરબી અધ્યક્ષ ડૉ.કિશોરદાન, તા.અધ્યક્ષ શ્રી દિનેશભા ગુઢડા, રમેશભા સોયા, વિજયભા રતન, મેહુલભા ખાત્રા, પ્રફુલદાન બારહટ, કેવલદાન બારહટ,જયદિપ મિસણ, જયદિપભા લાંબા, દશરથદાન બારહટ,વિવેકભા મારુ, હરદેવદાન બારહટ, રવિભા લાંબા, યુવરાજ કે.બારહટ, જયદિપસિંહ ઝાલા,પ્રતિપાલસિંહ રાણા,અજુૅનદાન બારહટ ,ફેનિલભાઈ, મોહિતભાઈ સહિતનાઓએ ખાસ જહેમત ઉઠાવી હતી.

Related Articles

Total Website visit

1,607,798

TRENDING NOW