Monday, June 22, 2026

ABCGMYમોરબી દ્રારા ચારણ મહાત્મા પૂ.ઈશરદાસજી જન્મ જયંતિ ઉજવાશે

Advertisement
Advertisement
Advertisement

ABCGMYમોરબી દ્રારા ચારણ મહાત્મા પૂ.ઈશરદાસજી જન્મ જયંતિ ઉજવાશે
ચારણ મહાત્મા ઈશરા સો પરમેશ્વરા પૂ.ઈશરદાસજી બારહટ ની ૫૬૪મી જન્મ જયંતિ નિમિતે અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવા મોરબી દ્વારા તા.૩૦-૭-૨૦૨૨ને શનિવાર નાં રોજ ઈશર વંદના નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત સાંજે ૫:૩૦કલાકે મોરબી અધ્યક્ષ ડો કિશોરદાન ગઢવીને આંગણે હરિરસ – દેવિયાંણ નાં પાઠ તથા માતૃશક્તઓ અને આમંત્રિત મહેમાનો માટે ભોજન પ્રસાદ અને રાત્રે ૯:૩૦ કલાકે ક્રિષ્ના હોલ ખાતે ઈશર વંદના સંતવાણી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ઈશર વંદના માં ચારણ સમાજ નાં ખ્યાતનામ કલાકારો સાહિત્યકારો સર્વશ્રી યશવંતભા લાંબા, શ્રી કવિ પ્રદીપદાન ગઢવી, કવિશ્રી વિજયભા બાટી, શ્રીહકાભા ગઢવી, શ્રી ભાવેશ રામ સહિતના સાહિત્ય દિગ્ગજો સાહિત્ય અને સુરોનું રસપાન કરાવશે. તો સાથે ચારણ સમાજ નાં વિવિધક્ષેત્રનાં પ્રતિષ્ઠીત માનવંતા મોભીઓ કાર્યક્રમને દીપાવશે. મોરબી અધ્યક્ષ ડો.કિશોરદાન ગઢવી તથા તાલુકા અધ્યક્ષ શ્રી દિનેશભા ગુઢડા દ્રારા આ કાર્યક્રમ નો લાભ લેવા સૌ ભાવિકોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.આ સમગ્ર કાર્યક્રમ નુ લાઈવ પ્રસારણ વોઇસ ઓફ મોરબી નાં ફેસબુક પેજ પર પણ માણી શકાશે.
ઇશરવંદના કાર્યક્રમને સફળ બનાવવા ABCGMY મોરબી ટીમ નાં શ્રી સંજયભા નાંદણ, શ્રી રમેશભા સોયા, શ્રી મેહુલભા ખાત્રા,શ્રી વિજયભા રતન, શ્રી કેવલદાન સુરુભા, શ્રીજયદીપ મિશણ, શ્રી હરદેવ બારહટ, રવિભા એસ.લાંબા,દશરથદાન બારહટ વિવેકભા મારૂ, જાલુભા બારહટ, યુવરાજ ગઢવી સહિતના ઉત્સાહ પૂર્વક જહેમત ઊઠાવી રહ્યા છે. સૌને આ કાર્યક્રમનું ભાવ ભર્યું આમંત્રણ..

Related Articles

Total Website visit

1,609,055

TRENDING NOW