Saturday, March 7, 2026

AAPએ કચ્છના ભચાઉ તાલુકામાં ખેડૂતો સાથે થઈ રહેલા અત્યાચારના વિરોધમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરાયું

Advertisement
Advertisement
Advertisement

AAPએ કચ્છના ભચાઉ તાલુકામાં ખેડૂતો સાથે થઈ રહેલા અત્યાચારના વિરોધમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરાયું

ખેડૂતો સાથે થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અને ખેડૂતોને ન્યાય અને અધિકાર અપાવવા સહિત અલગ અલગ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નવા કટારીયા ખાતે આવેલ રાજલ ધામ પાસે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, કાર્યકારી પ્રમુખ કૈલાસદાન ગઢવી, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, ઝોન ઇન્ચાર્જ સંજયભાઈ બાપટ, લોકસભા ઇન્ચાર્જ ગાંગજીભાઈ મહેશ્વરી, પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ડો. કાયનાતબેન અંસારી આથા, પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ ઝુઝારદાન ગઢવી, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા, પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રભારી ડો. નેહલભાઈ વૈદ્ય, પૂર્વ કચ્છ કિસાન સેલ પ્રમુખ ડાયાભાઈ આહીર, પશ્ચિમ કચ્છ કિસાન સેલ પ્રમુખ ભરુભાઇ ગઢવીએ ખેડૂત મહાપંચાયતમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને યુવાનો હાજર રહ્યા હતા અને આમ આદમી પાર્ટીને સમર્થન જાહેર કર્યું હતું.

કિસાન મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, કંસે કે રાવણે પણ નહોતા કર્યા એટલા અત્યાચારો આ “મોદાણી”એ કર્યા છે અને આપણે એમની સામે પડવાનું છે. મને એ વાતનું દુઃખ છે કે આજે આખું કચ્છ અદાણીએ લઈ લીધું છે, કચ્છના દસ્તાવેજ કરી લીધા છે અને ભાજપના ધારાસભ્યો, સાંસદ સભ્યો કે મંત્રીઓમાં એટલી તાકાત નથી કે તેઓ અદાણીનો “અ” બોલી શકે. આ લોકો અમને જેલથી ડરાવે છે, હુમલાઓ કરાવે છે, ધારાસભ્યોને હેરાન કરાવે છે, સભાઓમાં ખલેલ પહોંચાડે છે, પરંતુ હું કહેવા માગું છું કે અમારા પર જેટલો પણ અત્યાચાર કર્યો છે એને વસૂલવામાં આવશે. હમણાં મને એક રબારી ભાઈએ ચિઠ્ઠી આપી એમાં લખેલું છે કે “35,000 એકર અભ્યારણમાં કબજો કરી લેવામાં આવ્યો છે અને એક લાખ એકર રણમાં ભાજપના મોટા નેતાઓએ મીઠાનો ધંધો ચાલુ કર્યો છે.” શું આ વાત સાચી છે? અને જો આ વાત સાચી હોય તો આ જમીન પાછી લેવી છે કે નથી લેવી? આજે ઘણા ખેડૂત મિત્રો મને મળવા આવ્યા હતા એમણે કહ્યું કે “ હવે જીવાતુ નથી, કારણ કે મારા ગામમાં બેફામપણે થાંભલાઓ નાખવામાં આવે છે.” અંગ્રેજોની પણ તાકાત ન હતી કે તેઓ આપણા ખેતરોમાં આવું કામ કરી શકે, આ લોકો તો અંગ્રેજોના પણ બાપ નીકળ્યા. ખેતરના ઉભા પાકમાં જેસીબીઓ લઈને અને પોલીસકર્મીઓને લઈને તેઓ આવી જાય છે છતાં પણ ભાજપનો કોઈ નેતા એમ નથી કહેતો કે આ અત્યાચાર ન કરાય. આ ખેડૂતો માટે અમે 400 વકીલોની લીગલ ટીમ બનાવી છે અને મફતમાં તમામ ખેડૂતોના કેસ લડવામાં આવશે.

ત્યારબાદ કિસાન મહાપંચાયતમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખેડૂતો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે જનતાનો પાવર નથી ચાલતો. નેતાઓ, સરકાર અને કંપનીનો પાવર ચાલે છે. એટલે હું તમને વિનંતી કરું છું કે જનતાનાં પાવરને ઓળખવો પડશે અને જનતાનો પાવર કેવો હોય તે સરકારને બતાવવું પડશે. નહિંતર સરકાર, કંપનીઓ અને પોલીસ તેમનો પાવર બતાવતી રહેશે. જનતાનો પાવર જોવો હોય તો વિસાવદરની ચૂંટણી જોઈ લો. વિસાવદર ચૂંટણીમાં મંત્રીઓ, મુખ્યમંત્રી,ધારાસભ્યો, બુટલેગરો સહિત તમામે પ્રચાર કર્યો હતો. પરંતુ જનતાનાં સાચા પાવરથી ગોપાલ ઇટાલીયા ચૂંટાઈને આવ્યો. આપણે આપણી તાકાત વિભાજીત કરીને તોડી નાખી છે એટલે બહારની તાકાત આપણા પર ચડી બેસે છે. મેં વિધાનસભામાં ભાજપના એક નેતાને પૂછ્યું હતું કે ખેડૂતોનાં ખેતરમાં લાઈનો નાખો છો, તો તેમને પૂરતું વળતર કેમ નથી આપતા ? ત્યારે તેને કહ્યું હતું કે “ચૂંટણી વખતે તો આપીએ છીએ, દર વખતે થોડા આપવાના હોય?” આપણે આપેલા મતથી બનેલા નેતાઓ જ આપણું માનતા નથી. ફેબ્રુઆરીમાં ચૂંટણી આવી રહી છે. આવો બધા ભેગા મળીને જનતાનો ચુકાદો કરીએ. 2027ની ચૂંટણીમાં વકીલ તરીકે આ પાર્ટી ઉભી છે અને ગુનેગાર તરીકે ભાજપ ઊભી છે. જો જનતાની અદાલતમાં ચુકાદો નબળો આવશે તો સરકારની અદાલતમાં ક્યારેય સારો ચુકાદો નહીં આવી શકે. તમારે ચુકાદો લાવવો હોય તો જનતાની અદાલતમાં ન્યાય થવો જોઈએ. ગુજરાતમાં હવે પરિવર્તન સિવાય બીજો કોઈ વિકલ્પ વધ્યો નથી. પરિવર્તન થશે તો જ આગળના દિવસો સારા થવાના છે. ગુજરાતના ખેડૂતો એમ ઈચ્છતા હોય કે આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતો વતી લડત લડવા જોઈએ તો આવનારી કે ચૂંટણી આવે એમાં ઝાડુંનું બટન દબાવીને ચુકાદો અમારા તરફેણમાં આપજો, એવી તમામને વિનંતી છે.

જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ કિસાન મહાપંચાયતમાં હાજર ખેડૂતો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં આંદોલનો થતા આવ્યા છે. આ આંદોલનો વિરોધ કરી, રસ્તા રોકી અને આગેવાનોની ધરપકડ કરી પૂરા થઇ જતા હતા. પરંતુ તમે છેલ્લા 118 દિવસથી અદાણી વિરુદ્ધ જે લડાઈ લડી રહ્યા છો તેને બિરદાવવા માટે આજે અમે તમારી વચ્ચે આવ્યા છીએ. ખેડૂત ખેડૂત હોય છે, તેની કોઇ પાર્ટી હોતી નથી. જ્ઞાતી-જાતિ ભુલી એક થઇને જ્યાં સુધી આ સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી લડતા રહો. આપણા ખેતરમાંથી લાઇન કાઢવાનો કાયદો અંગ્રેજોએ 1885માં બનાવ્યો અને સ્વાભાવિક છે કે અંગ્રેજોએ જે કાયદો બનાવ્યો હોય તે ખેડૂતોનાં હિતમાં ન હોય. આ કાયદો 140 વર્ષ જૂનો છે. આ કાયદામાં એક જોગવાઈ છે કે લાઈન પસાર કરવાની હોય ત્યારે તેનો રૂટ નક્કી કરવા માટે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત સાથે બેસીને પરામર્શ કરવામાં આવે અને રૂટ નક્કી કરતા સમયે પડતર જમીન હોય તેની પસંદગી કરવામાં આવે. પરંતુ આ અંગ્રેજોનાં સીધી લીટીનાં વારસદારો એક ડગલું આગળ વધી ગયા અને તમામ કાયદાને ઘોળીને પી ગયા. માત્ર કચ્છમાં જ નહીં ગુજરાતમાં અનેક જગ્યાએ ખેતરમાંથી લાઈન કાઢી આ લોકો દાદાગીરી કરી રહ્યા છે. હું આમ આદમી પાર્ટીનાં એક ધારાસભ્ય તરીકે ખાતરી આપું છું કે જે પણ ખેડૂતને અન્યાય થયો હશે તે ખેડૂત માટે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ મફતમાં કેસ લડશે. તમારી લડતમાંથી પ્રેરણા લઈને અમે નક્કી કર્યું છે કે આની સામે કાયદાકીય લડત લડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તમને ન્યાય નહિં મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટી હાઇકોર્ટમાં જઇને પણ તમારો કેસ લડશે.

Related Articles

Total Website visit

1,595,069

TRENDING NOW