હળવદ : વિધાનસભા જીતના લક્ષ્યાંક સાથે હળવદના કવાડીયાથી આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાનો પ્રારંભ થયો હતો. ડો. બાબાસાહેબ આંબેડકર સર્કલ થી હળવદના મુખ્ય માર્ગો પર આ પરિવર્તન યાત્રા પસાર થઈ હતી. પરિવર્તન યાત્રાના પ્રારંભે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જીઆઇડીસીમાં બનેલી ગોઝારી ઘટનામાં મૃત્યુ પામેલા મૃતક પરિવારોને સાંત્વના પાઠવી હતી.
આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રામાં મુખ્ય મહેમાન તરીકે કિશાન સંગઠન પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડા, કૈલાશદાન ગઢવી આપ ગુજરત પ્રદેશ ખજાનચી તેમજ હળવદના આમ આદમી પાર્ટીના નેતાઓ જોડાયા હતા. આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા વૈજનાથ મહાદેવ મંદિરે દર્શન કરી ત્યાંથી આગળ જવા રવાના થઈ હતી. હળવદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં વિધાનસભાની ચુંટણીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો
(અહેવાલ : ભવિષ જોષી – હળવદ)