Friday, May 16, 2025

હળવદ નજીક કતલખાને ધકેલાતા 21 પશુઓને બચાવી લેતી ગૌરક્ષકની ટીમ

Advertisement
Advertisement
Advertisement

હળવદ શહેરની સરા ચોકડી નજીકથી કતલખાને ધકાઈ રહેલા 21 પાડાઓને મોરબી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ બચાવી લીધા છે.કાર્યકર્તાઓ દ્વારા આઈસર ટેમ્પો અને ચાલક સહિત બે શખ્સોને ઝડપી લઈ હળવદ પોલીસ મથકે લઈ જઈ ગુનો નોંધાવાની તજવીજ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ આજે સવારે દસેક વાગ્યાની આસપાસ શહેરની સરા ચોકડી નજીક કચ્છ તરફથી આવતાં આઈસર ટેમ્પો ને મોરબી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા અટકાવી ટેમ્પામાં બાંધેલી તાલપત્રી હટાવતા તેમાં 21 જીવતા પાડા ભર્યા હોવાનું સામે આવ્યું હતું.જેથી ટેમ્પો ચાલક અને તેની સાથે રહેલ એક શખ્સને પોલીસને સોંપવામાં આવ્યા છે.જ્યારે પાડાઓને પાંજરાપોળમાં મોકલી દેવાયા છે. બિજીતરફ આ ઘટનામાં આરોપીઓ સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ 21 પાડા કચ્છના નખત્રાણા થી ભરી અમદાવાદ કતલખાને લઈ જવાતા હતા સાથે જ ટેમ્પોની આગળ ઈમરાન દૂધવાલા નામનો કસાઈ પાઈલોટિંગ આપતો હોવાનું વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ જણાવી રહ્યા છે. આ સફળ કામગીરીમાંમોરબી લીમડી ધાંગધ્રા હળવદ ચોટીલા.ગૌરક્ષક વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ મોરબી અખિલ વિશ્વવ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય ગૌરક્ષક દળ દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું હતું જેમાં મોરબી લીમડી ચોટીલા રાજકોટના ના ગૌરક્ષક નો ખૂબ સારો એવો સહયોગ મળ્યો હતો.

Related Articles

Total Website visit

1,504,942

TRENDING NOW