મોરબી શહેરના વસંત પ્લોટમાં એલસીબી ટીમે બાતમીને આધારે દરોડો પાડી ૪૨ હજારથી વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડયો હતો જેની પૂછપરછમાં વધુ એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમે શહેરના વસંત પ્લોટમાં દરોડો પાડીને અમૃતભાઈ ઉર્ફે અમુ પ્રવિણભાઈ પઢારીયા લુહાર (ઉં.વ. ૩૪, રહે. નાની રાવલ શેરી, મોરબી) ને રોયલ ચેલેન્જ વ્હીસ્કી કાચની ૪૭ બોટલો (કિં. રૂ. ૨૪,૪૪૦), મેજીક મોમેન્ટ્સ ગ્રેઇન વોડકા કાચની ૩૬ બોટલો (કિં. રૂ. ૧૪,૪૦૦) અને મેકડોવેલ્સ નં.૧ સુપરીયર વ્હીસ્કી કાચની ૧૧ બોટલો (કિં. રૂ. ૪૧૨૫) મળી કુલ રૂ. ૪૨,૯૬૫ ની કિંમતની ૯૪ બોટલ સાથે ઝડપી પાડયો છે જ્યારે દારૂના આ વેપલામાં દેવો લાલજીભાઇ પરમાર (રહે. વાવડી રોડ, કબીર આશ્રમ પાસે, મોરબી) નું પણ નામ ખુલતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.